અમારો હિંચકો... કવિતા
*અમારો હિંચકો* કવિતા... ૩-૪-૨૦૨૧
અમારો હિંચકો,
એ સુખ દુઃખનો સાથી,
અમારો હમદર્દ હિંચકો,
રાહ જુએ એ,
અમ યુગલની,
રોજ રાત્રે જમીને,
ધીમી ચાલે,
એકબીજાના,
સહારે હાથ પકડી,
ઓસરીમાં બાંધેલા એ હિંચકે,
બેસીને ધીમે-ધીમે હિચતા,
જૂની વાતો ને સંભારણા,
એજ સહારો આજનો.
એજ ભાવના સભર વાતો,
હિંચકે ઝુલતાં થાય,
આમજ ઘણીવાર મૌન બની,
એકમેકની હૂંફમાં ઝુલતાં,
ચંદ્રની ચાંદની નિહાળતા,
એ જોતાં ભીની આંખડી થાતી,
બસ પછી હિંચકે ઝુલતાં
રોજ નો સાથી હિંચકો
જિંદગીની પડાવ નો સહારો,
એકલો અટુલો
અમારો માનીતો હિંચકો....
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment