આપણાં પેઢીનાં દેવી...

*આપણી પેઢીનાં દેવી* ભક્તિ ગીત... ૬-૪-૨૦૨૧

આપણાં પેઢીનાં રખેવાળ ચેહર મા છે,
જિંદગીનું જાણે બીજું નામ ચેહર મા છે.

સૌને એક સૂત્રમાં બાંધનાર ચેહર મા છે,
ભાવનાનાં ભાવ સમજનાર ચેહર મા છે.

ભટ્ટ પરિવારમાં ચેહર મા ની સદા કૃપા છે,
આપણાં પેઢીનાં રખેવાળ ચેહર મા છે.

અંધારને દૂર કરીને સૂરજની રોશની આપે છે,
આ કળિયુગમાં એક જાગતી જ્યોત ચેહર મા છે.

એક પછી એક એમ અનેક પરચા પૂર્યા છે,
એ પરચાનો એક ગ્રંથ લખી શકાય એમ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ