એ જુનાં સોફાની કમી..

*એ જૂનાં સોફાની કમી* અછાંદસ કાવ્ય. ૩-૪-૨૦૨૧

એ જૂનાં સોફાની કમી બહું સાલે છે,
એ જૂનાં સોફાની યાદ મને બહું સતાવે છે,

એ લાંબા પગ પસારીને બેસવાની મજા હતી,
પીઠનો ટેકો દઈ લાંબા પગ કરી બેસવાની મજા હતી.

નવાં સોફામાં ટટ્ટાર બેસવું પડે છે એટલે ગમતું નથી,
જાણે કોઈ શિસ્તબદ્ધ નાં નિયમો, એટલે ગમતું નથી.

જૂનાં સોફામાં મળતો હૂંફાળો એહસાસ યાદ આવે છે,
જાણે ભાવના સભર મમતાનો ખોળો, એ યાદ આવે છે.

એ જૂનાં સોફામાં બેસવાની મજા યાદ આવે છે,
એ જૂનાં સોફા સાથે જોડાયેલી વાતો યાદ આવે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
અપ્રસ્તુત રચના..... દિલમાં આવ્યું એટલે લખી રાખ્યું છે...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ