એક જંત્ર વાગે... ભક્તિ

*એક જંત્ર વાગે* ભક્તિ ગીત.. ૨૧-૪-૨૦૨૧

એક જંત્ર વાગે, તમે સમજો હે નર, નાર,
આપણે જાવું અવિચળ ધામ, સમજો નર, નાર.

એક જંત્ર વાગે રામ, રામ સાભળો તમે સાદ,
અંતરમાં માંયલો ધબકે રામ, સાંભળો સાદ.

સંસારી રસરંગ ત્યજી કરો નિત્ય સત્સંગ,
અંતરની ભાવનાઓ ઓળખી કરો સત્સંગ.

મઝધારે તારી નૈયા ડોલે, વાગે એક જંત્ર,
આંધીને તોફાન થી બચાવે રામ નામનું જંત્ર.

આવો આવો આતમરામ, સાંભળો જંત્ર નો નાદ,
આપણે જાવું અવિચળ ધામ, સાંભળો જંત્ર નો નાદ.

શ્રદ્ધા લાકડી લઈને ચઢવા આ જંત્રના જાપ,
જિંદગીમાં કપરાં આવે ચઢાણ,જપો આ જંત્રના જાપ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ