અકળ દેવી....

*અકળ દેવી* ભક્તિ ગીત.. ૩-૪-૨૦૨૧

અકળ શ્રદ્ધાથી દેવી મળી છે,
કળિયુગમાં જાગતી દેવી મળી છે.

મનનાં ઓરતાં પૂર્ણ કરતી દેવી છે,
એ અકળ ચેહર મા  જગદંબા છે.

લો ભાવના દર્શન માડી નાં કરે છે,
ક્ષણની ત્યાં ટક્કરથી લાજ રહે છે

સાંજના સમે ગોરના કૂવે મા રમે છે,
હાજરાહજૂર દેવી પરચા પૂરે છે.

આયખું આખું ભક્તિમાં ધર્યું છે,
એક એવી ક્ષણે ચેહર મા મળે છે.

શીશ આપોઆપ મા ને ઝૂકે છે,
જ્યાં ચેહર મા હાજરાહજૂર મળે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ