Posts

Showing posts with the label દેવી મા

એક આશરો ચેહર મા

*એક આશરો ચેહર મા*  ભક્તિ  ગીત.. ૩૦-૮-૨૦૨૦ એક ચેહર મા ને ભજવાથી દુઃખમાં સુખ ને તૃપ્તિ મળે છે,  ભાવના સભર દિલથી ભજું તો તૃપ્તિ મળે છે.  જિંદગીનાં આ મેળામાં દરેક નાટક ભજવે છે, અનાયાશે ચેહર મા નાં  દર્શનથી મનને તૃપ્તિ મળે છે.  માઈ ભકત રમેશભાઈ અંતરથી આશિષ આપે છે, ગોરના કુવે ચેહર મા ને જોતાં જ તૃપ્તિ થાય છે.  ભટ્ટ પરિવાર નિત્ય જપે ચેહર મા, એથી સુખ મળે છે, રૂપા બા, નાયણા નાગરે પેઢીઓને તારી એથી સુખ મળે છે.  ખુશીનો ખજાનો શોધવા ચેહર મા ને ભજો, ચેહર મા ની કૃપા નો ઘટાઘનઘોર વડલો મળે તો તૃપ્તિ થાય છે.. ભાવના ભટ્ટ અમદાવાદ...

આપણાં ચેહર મા

*આપણાં ચેહર મા* ભક્તિ ગીત..૨૯-૮-૨૦૨૦  અંતરથી તમે દિલદાર બની ચેહર મા ને ભજો, મન મંદિરમાં મંજીરા વગાડતા રહેજો.  ભાવનાની સરવાણી વહેવડાવતા રહેજો,  સારાં કર્મો કરી આપણાં ચેહર મા ને ભજતાં રહેજો.   રમેશભાઈ દિલના દિલદાર બની ચેહર મા ને ભજતાં રહ્યાં છે, ભટ્ટ પરિવાર ચેહર માનાં કીર્તનની હાટડીએ હાજરી પુરાવતા રહ્યાં છે. એક તારો રૂપા બા, નાયણા નાગર નો વગાડવામાં તલ્લીન બની રહ્યા, દિલના તમે દિલદાર બની રહેજો,  મન મંદિરમાં ચેહર મા ને ભજતાં રહેજો.  ભાવના ભટ્ટ અમદાવાદ.....

આ ચેહર મા

*આ ચેહર મા* ભક્તિ ગીત.. ૨૭-૮-૨૦૨૦ ગુરૂવાર આ જિંદગીનું મજાનું અંગ છું હું, ચેહર મા ની પેઢીનું વારસ છું હું. રોકવા માટે ભલે કરે લાખ પ્રયત્નો દુનિયા, અડચણો સામે મજાનો જંગ છું હું. સાથ ચેહર મા તારો બીજી કોઈ જરૂર જ ક્યાં છે, અેક જ સાદ ને ચેહર મા હરપળ સંગ રહે છે. અેક ચેહર મા પર સાચી ભાવના રાખો પાર ઉતારે છે, જીવન દાત્રી મુસીબતમાં થી બહાર નિકાળે છે. રમેશભાઈ ની ભક્તિ ની લાજ ચેહર મા રાખે છે, ભટ્ટ પરિવારની દરેક મુસિબતો ને દૂર કરે છે... ભાવના ભટ્ટ અમદાવાદ...

ઓ ચેહર મા

*ઓ ચેહર મા* ૨૫-૮-૨૦૨૦ આ કોરોના વાયરસ લઈ લ્યો માવડી, આવો અને સેવકો ને‌ ઉગારો  માવડી. કરવી કોને આ તકલીફ ની વાત માવડી, વહારે ચઢી ને આવો ચેહર મા ઉગારો‌. પામર થી પણ પામર છીએ અમે માવડી, અવગુણ અમારા માફ કરો ચેહર મા. ભાવના સભર ભાવથી અર્પણ તમને મા, શૂન્ય વડે શણગારો ફરી આ માનવ જગત માવડી. માંગી માંગી  શું હું  માંગુ ચેહર મા, માથે હાથ તમારો રાખો ચેહર મા.. ભાવના ભટ્ટ અમદાવાદ....