લાડલી મારી ફેન

*લાડલી મારી ફેન*  ૨૭-૮-૨૦૨૦ ગુરૂવાર
લાડલી મારી મોટી એક ફેન છે, 
કોઈ બીજું નહિ  મારી ચહેતી છે.

હસાવે,ડરાવે, લઢે ને રડાવે પણ
હૈયામાં પ્રેમ હજી ભારોભાર છે.

માત પછીનો વ્હાલ નો દરિયો 
સ્નેહ નીતરતા  એના નેણ છે.

બાંધી દીધી અનેરી લાગણીથી,
લાડલી મારી સૌથી મોટી ફેન છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ