જય ચેહર મા
આ ચેહર મા ની પ્રેરણાથી લખું છું...કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો..
અડાલજ ગામનાં ગોદરે બેઠાં ચેહર મા રે,
સીમમાં જતાં આવતાં રબારીના નેહડે થી રૂપા બા ને લગની લાગી રે.
આજે રૂપા બા નાં હૈયે હરખ નાં માય રે,
ચેહર મા આવ્યાં આજે નાગર કૂળમાં રે.
ચેહર મા એ પેઢીઓ તારી રે,
રૂપા બા નાં દિકરા નાયણ નાગર રે.
નયન ભરી નીરખી ને ભાવે ભજે નાયણ નાગર રે,
પડદે વાતો કરતાં ને અહર્નિશ ચેહર મા ને ભજતાં રે.
નાયણા નાગર ને એક દિકરી ને એક દિકરો રે,
ગીરધર નાગર દિકરો, પાર્વતી બા દિકરી રે.
ગીરધર ગોર શીશ નમાવીને ભાવે ભજતાં ચેહર માત રે,
પાર્વતી બા એ આકરાં તપ કરીને ભજ્યા ચેહર માત ને રે.
ગીરધર નાગર ને હરિશંકર એક દિકરો રે,
હરીશંકર નાગરે ચેહર મા નો ભકિત રસ આગળ વધાર્યો રે,
આયખું પાવન થયું મળ્યા મુજને
ચેહર માત રે.
હરિશંકર ને બે દિકરા, મણીલાલ ને બીજા સોમનાથ રે,
પેઢીઓ ની પેઢીઓ ચેહર મા એ વધારી રે,
ચેહર મા બન્યા એક આધાર, પરચા આપ્યા જગતમાં રે.
મણીલાલ અને સવિતા બા પણ ચેહર મા ને ભાવે ભજતાં રે,
મણીલાલ નાગરને બે દિકરી અને એક દિકરો બાબુલાલ રે.
સોમનાથ નાગર ને શાન્તા બા હેતે પ્રિતે ચેહર મા ને પૂજે રે,
ભક્તિ કરતાં સંસાર રથ આગળ વધીયો રે.
સોમનાથ નાગરને છ દિકરી ને ત્રણ દિકરાઓ રે,
પાંચમી પેઢીના ભોગીલાલ, રમેશભાઈ, કનુભાઈ, અનેરો સંપ ભાઈઓ માં રે.
બાબુલાલ, ચંદ્રીકાબેન ચેહર મા ને ભાવે ભજતાં રે,
પાંચમી પેઢીના બાબુલાલ નાગર ચેહર મા ને રીઝવે રે.
બાબુલાલ નાગરને ત્રણ દિકરીઓ ને બે દિકરા થયા રે,
દિલીપભાઈ, ચેતનભાઈ બે ભાઈઓ એ મઢ ને શણગાર્યો રે.
દિલીપભાઈ, સોનલ ચેહર મા ની સેવા,પૂજા કરતાં રે,
દિલીપભાઈ નાગરને બે સંતાનો, પૂજા દિકરી ને ઉર્વેશ દિકરો રે.
ચેતનભાઈ, રૂપલ ભાવે ભજતાં ચેહર માત ને રે,
ચેતનભાઈ નાગરને બે દિકરા, મોટો યુકેશ, ને નાનો અભિષેક રે,
રામ લક્ષ્મણ ની જોડ જેવાં બે ભાઈઓએ દિલીપભાઈ ને ચેતનભાઈ શોભતાં રે.
ભોગીલાલ, કૈલાસ બેન સંસાર રથનાં બે પૈડાં સમાન રે,
સંસારમાં રહીને હૈયે થી ચેહર મા ને ભજતાં રે.
રમેશભાઈ, નીતા બેન ની અનોખી જોડી રે,
એકમેકનાં કદમોથી કદમ મિલાવી ભાવે ભજે ચેહર મા ને રે.
કનુભાઈ, સ્મિતા બેન ની જોડી સોહામણી રે,
હેતે પ્રિતે ચેહર મા નાં ગુણલા ગાતા રે.
ભોગીલાલ નાગર ને ચાર સંતાનો થયાં રે,
રાજેન્દ્ર, કમલેશ, પરેશ, સોનલ, જાણે રામ, લક્ષ્મણ,ભરત, શત્રુધ્ન ની જોડ રે.
રમેશભાઈ નાગરને ત્રણ સંતાનો થયાં રે,
સીમા, કરણ ને ચિંતન, એ હળીમળીને રેહતા રે.
કનુભાઈ નાગરને બે દિકરાઓ થયાં રે,
સમ્રાટ ને મૌલિક, જાણે બેલડાની અજબ જોડ રે.
રાજેન્દ્ર કુમાર, ભાવના હૈયાંનાં હેતે ચેહર મા ને ભજતાં રે,
આ કળિયુગમાં મા નાં નામે સંસાર ચલાવ્યો રે.
રાજેન્દ્ર નાગરને બે સંતાનો થયાં રે,
દિકરી મેઘલ અને દિકરો જીનલ, ભાઈ બહેન ની હેતની જોડ રે.
કમલેશભાઈ, રૂપલ ભાવે ભજતાં ચેહર માત ને રે,
મંદિર જોઈને કમલેશ ભાઈ માથું નમાવતા રે.
કમલેશભાઈ નાગરને બે સંતાનો થયાં રે,
દિકરો મલ્કેશ ને દિકરી કંગના, ભાઈ બહેન ની હેતની જોડ રે.
પરેશભાઈ ને મોના ભાવે ચેહર મા ને ભજતાં રે,
લગની લાગી છે પરેશભાઈ ને ચેહર માત ની રે.
પરેશભાઈ ને બે સંતાનો થયાં રે,
દિકરી ઋતવા ને દિકરો દેવ, ભાઈ બહેન ની હેતની જોડ રે.
સોનલબેન,દક્ષેશ કુમાર ભાવે ચેહર મા ને ભજતાં રે,
ચેહર મા નાં દરેક ઉત્સવમાં દોડી આવતાં રે.
સોનલબેન ને બે સંતાનો થયાં રે,
બે દિકરીઓ સલોની, સુહાની, સુંદર હેતપ્રિત ની જોડ રે.
સીમા બેન, પ્રશાંત કુમાર ભાવે ચેહર મા ને ભજતાં રે,
ચેહર મા ને ઉત્સવમાં નિતનવા શણગાર સજાવતા રે.
સીમાબેન ને એક દિકરી થઈ રે,
હિયા એનું રૂડું નામ, મીઠી માયા લગાડે રે.
કરણ ભાઈ, સોનિયા ચેહર મા ની સેવા કરતાં રે,
સેવકોને હસીને આવકારતાં રે.
કરણ ભાઈ નાગરને બે સંતાનો થયાં રે,
દિકરી વિહાની ને દિકરો કેયાશ, ભાઈ બહેન ની હેતની જોડ રે.
સમ્રાટ ભાઈ, વૈશાલી ચેહર મા ને ભાવે ભજતાં રે,
ચેહર મા ની સેવા કરવા દોડતાં રે.
સમ્રાટ ભાઈ નાગરને બે સંતાનો થયાં રે,
દિકરો હિતાર્થ અને દિકરી ઢીંગલી રે.
ચિંતન ભાઈ, તોષા ચેહર મા ને ભાવે ભજતાં રે,
માતાજી ની સેવા ભાવે કરતાં રે.
મેઘલ, નિસર્ગ કુમાર ચેહર મા ને ભાવે ભજતાં રે,
નિસર્ગ કુમાર ચેહર મા નાં પ્રસંગમાં હરખે દોડતાં રે.
મેઘલ ને એક સંતાન થયું રે,
ખ્વાઈશ એનું રૂડું નામ, મીઠી માયા લગાવી રે.
મલ્કેશ, સ્તુતિ ચેહર મા ને ભાવે ભજતાં રે,
સમય કાઢીને ચેહર મા નાં દર્શને દોડતાં રે.
જીનલ, સરગમ ચેહર મા ને ભાવે ભજતાં રે,
ચેહર મા નાં પ્રસંગે હાજરી રૂડી આપતાં રે.
લાગણી ભરેલાં દિલમાં વસીયા છે નાગર પરિવારમાં ચેહર માત રે,
હવે તો આ નાગર પરિવાર ને ચેહર મા નો જ એક આધાર છે રે.
હ્રદયનાં ભાવને ના આવડ્યું છંદમાં ગોઠવતાં રે,
શબ્દોની ગોઠવણીમાં ભાવ નો બસ પ્રાસ છે રે.
આ ચેહર મા એ પેઢીઓ સાચવી છે રે,
આમ જ સદાય હાથ ઝાલીને આગળ વધારજે ચેહર મા રે.
જેવું ચેહર મા એ સૂઝાડયુ એવું લખ્યું છે રે,
ચેહર મા ની કૃપા અને વડીલો ની આશિષ થી લખાયું રે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
Comments
Post a Comment