આ ચેહર મા ની પ્રેરણાથી લખું છું...કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો.. અડાલજ ગામનાં ગોદરે બેઠાં ચેહર મા રે, સીમમાં જતાં આવતાં રબારીના નેહડે થી રૂપા બા ને લગની લાગી રે. આજે રૂપા બા નાં હૈયે હરખ નાં માય રે, ચેહર મા આવ્યાં આજે નાગર કૂળમાં રે. ચેહર મા એ પેઢીઓ તારી રે, રૂપા બા નાં દિકરા નાયણ નાગર રે. નયન ભરી નીરખી ને ભાવે ભજે નાયણ નાગર રે, પડદે વાતો કરતાં ને અહર્નિશ ચેહર મા ને ભજતાં રે. નાયણા નાગર ને એક દિકરી ને એક દિકરો રે, ગીરધર નાગર દિકરો, પાર્વતી બા દિકરી રે. ગીરધર ગોર શીશ નમાવીને ભાવે ભજતાં ચેહર માત રે, પાર્વતી બા એ આકરાં તપ કરીને ભજ્યા ચેહર માત ને રે. ગીરધર નાગર ને હરિશંકર એક દિકરો રે, હરીશંકર નાગરે ચેહર મા નો ભકિત રસ આગળ વધાર્યો રે, આયખું પાવન થયું મળ્યા મુજને ચેહર માત રે. હરિશંકર ને બે દિકરા, મણીલાલ ને બીજા સોમનાથ રે, પેઢીઓ ની પેઢીઓ ચેહર મા એ વધારી રે, ચેહર મા બન્યા એક આધાર, પરચા આપ્યા જગતમાં રે. મણીલાલ અને સવિતા બા પણ ચેહર મા ને ભાવે ભજતાં રે, મણીલાલ નાગરને બે દિકરી અને એક દિકરો બાબુલાલ રે. સોમનાથ નાગર ને શાન્તા બા હેતે પ્રિતે ચેહર મા ને પૂજે રે, ભક્તિ કરતાં સં...