અનોખી ચેહર મા

*અનોખી ચેહર મા* 

ચેહર મા ને ભજવા દિલમાં ભાવ  જોઈએ,
 ભક્તિ માર્ગ પર ચાલવા સહજતા જોઈએ.

હોય  કામો લાખ જિંદગીમાં ભલે,
ચેહર મા ને યાદ  કરવા સુગમતા જોઈએ.

આમ  બેસીને  રહો  તો  શું  મળે?
દિલનાં પોકારમાં આક્રમતા જોઈએ.

વાત  ચેહર મા નાં પરચાની  કરો,
ચેહર મા નો હાથ   માથે જોઈએ.

જો  ભજો ભાવથી તો રૂબરૂ મળે, 
ચેહર મા ને ભજવા દિલમાં લગન જોઈએ.

"ચેહર મા" ને ભજવાથી દરેક ક્ષતિ ટળી શકે,
એ માટે નિરંતર જાપ નું રટણ જોઈએ..
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ