ચેહર મા નો સનેડો

*ચેહર મા નો સનેડો* ભક્તિ ગીત... ૨૧-૧૦-૨૦૨૦ બુધવાર

એ જી... ....સનેડો સનેડો સનેડો રંગબેરંગી સનેડો, 
..સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો.
એ...ચેહર મા ની માયા લાગી રંગબેરંગી સનેડો.
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો રંગબેરંગી સનેડો.
એ..સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
મારી ચેહર મા નો સનેડો.

એ. નાગર કુળમાં તારા બેસણા...ને રૂપા બા નાં ઓરતા ની દેવી.
રૂપા બા  નાં મનની ભાવના પૂરી કરી હો... આવીને ઘરમાં બેઠી હો ચેહર મા..
એ રૂપા બા ની દેવી ચેહર મા નો રંગબેરંગી  સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર મા નો આ સનેડો.
એ...નાયણા નાગર ને  નેહ લાગ્યો એવો આ રંગબેરંગી સનેડો.
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો જીવનમાં ઉતારો આ રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
આ રંગબેરંગી સનેડો...

એ.. વસંતપંચમી નાં ઉત્સવમાં માનવ મેળો ભરાય...ને બોલે સૌ  "ચેહર મા"નો જય જયકાર
દર્શન કરીને માતના...હે...દર્શન કરીને માતના...
હે જી ભક્તો બહું હરખાય ને બોલે પ્રાગટ્ય દિવસ ની શુભેચ્છા નો સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ...સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો.
એ.. ચેહર મા ની મીઠી માયા લાગી નો સનેડો
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ સનેડો.
સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
સનેડો.... સનેડો.

એ.. નાકે નથણી સોહતી...ને ભાલે ટીલડીનો ચમકાર મા ને..
 નવરંગી ચુંદડી...હે..નવરંગી  "ચેહર મા ની "ચુંદડી...
હે જી એમાં ઝીણી ઝીણા હીરલા ચમકે મારી ચેહર મા નો રંગબેરંગી સનેડો...
એ.સનેડો..સનેડો....
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ...સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો...
એ.. ચેહર મા ની માયા લાગી આ રંગબેરંગી સનેડો...
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો.

હે...હાથે ત્રિશૂળ ધરે...ને માવડી ને સિંહ ઉપર થયા સવાર,
ને રબારી ભરતનું પહેર્યું કાપડું  ને... હે...અમી નજર રાખી બેઠાં માવડી ‌.....
હે જી અનોખા તારા શણગાર નો  આ રંગબેરંગી સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો.
એ.. ચેહર મા નાં ખોળે રમવાનો આ  સનેડો.
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી શકાય તો સમજો આ ચેહર મા નો સનેડો.
સનેડો....સનેડો,
સનેડો....સનેડો,
સનેડો....સનેડો,
સનેડો....સનેડો.

હે.. ભટ્ટ કુટુંબ તને વિનવે... માવડી સૌના કોડ પુરજે ઓ પાવર વાળી મા..
કઠણ કાળ જોને આવીયો છે... હે...કઠણ કાળ આવીયો જુઓ...
એ...જી..  તું જ  આ કળિયુગમાં સાચો એક આધાર આ રંગબેરંગી સનેડો.
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ચેહર મા નો સનેડો.
એ.. ચેહર મા ની લગની લાગ્યાં નો આ રંગબેરંગી સનેડો...
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
સમજી શકાય તો સમજો આ ચેહર મા નો સનેડો...
સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
સનેડો..સનેડો..

એ...તું જ નાયણા નાગર ની પેઢીઓ તારનાર ને તું જ પેઢીઓ ચલાવનાર... 
તું જ જાગતી જ્યોત...
 તું જ નોધારા નો આધાર..
પેઢી દર પેઢી આપ્યા પરચા અપાર..  ભજીયે..હે.. અંતરના ઓરતે મા ...
એ તારી લીલા નો ના આવે પાર માવડી નો સનેડો..
એ..સનેડો..સનેડો..
સનેડો સનેડો સનેડો આ રંગબેરંગી સનેડો,
એ..સનેડો સનેડો મારી ભોળી ચેહર મા નો‌ સનેડો...
એ... ચેહર મા નાં દર્શન નો આ  સનેડો..
હમજી ને સાંભળજો આ રંગબેરંગી સનેડો,
હમજી ને સાચા મનથી ભજો ચેહર મા નો  રંગબેરંગી સનેડો.
સનેડો....સનેડો,
સનેડો...સનેડો,
સનેડો...સનેડો,
સનેડો..સનેડો....
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ