પંચામૃત

*પંચામૃત કાવ્ય* ૪-૧૧-૨૦૨૦

આ ગગનની વિશાળતા તો જુઓ,
આ ધરાની સહનશીલતા તો જુઓ.

આ પવન ની ગતિશીલતા તો જુઓ,
આ પ્રકાશની તિવ્રતા તો જુઓ.

આ માણસોની તૃષ્ણા તો જુઓ,
કેવી આ કુદરતની બલિહારી તો જુઓ.

આ પંચામૃત ભાવના ઉપયોગી છે જુઓ,
સમજી ને ઉપયોગ કરો તો અમૃત છે જુઓ.

ગગન,પવન, ધરા,પ્રકાશ, તૃષ્ણા એ અમૂલ્ય છે જુઓ,
આ પંચામૃત એ કુદરતની અનમોલ ભેટ છે જુઓ...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ