જય ચેહર મા

*🙏 જય ચેહર મા 🙏*  ભક્તિ ગીત.. ૧-૧૧-૨૦૨૦ રવિવાર..

અંતરથી ભક્તિ હું કરું, 
કૃપા કરીને શક્તિ તું દેજે,

ભાવના સભર ચિંતન હું કરું, 
માથે હાથ રાખીને જ્ઞાન તું દેજે,

અંતરથી અટલ શ્રદ્ધા હું રાખુ, 
મનનાં હોકારે વિશ્વાસ તું દેજે,

જાણે અજાણે જે કર્મ હું કરું, 
બાળક સમજીને  ફળ તું દેજે,

*આ દુનિયામાં થી  શરીર છૂટે જ્યારે,* 
*🙏"ચેહર મા" શરણું તું દેજે 🙏*
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ