આ શિયાળો.. ૨૮-૧૧-૨૦૨૦

*આ શિયાળો* મૌલિક રચના.. ૨૮-૧૧-૨૦૨૦

આ શિશીરનાં ઠંડા વાયરા વાયા રે,
ગરમ કપડાં, મોજા,રજાઈ ઓઢજો રે.

કાનમાં રૂ ને હાથે પગે ક્રિમ લગાવજો રે,
આ શિયાળામાં ખાસ કાળજી લે જો રે,

શરદી, ઉધરસ નાં થાય એનું ખાસ ધ્યાન રાખજો રે,
આ કોરોના થી જાતને બચાવજો રે.

ભાવના સમજાવે તમે સમજો રે,
લેશ  માત્ર  શરમ  ના રાખશો‌ રે.

આવ્યા શિયાળાનાં ઠંડા દિવસો‌ રે,
વસાણાં, સૂકામેવા ખાઈ જાતને સાચવજો રે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ