બહુરૂપી...૧૬-૧૧-૨૦૨૦

બહુરૂપી...લેખ..... ૧૬-૧૧-૨૦૨૦
હું નાની હતી ત્યારે ગામમાં બહુરૂપી આવતા. મને એમના ખેલ જોવા બહુજ ગમતા અને હું આખા ગામમાં બહુરૂપીની પાછળ પાછળ ફરતી. બહુરૂપી રોજ એક નવો ખેલ કરે મને એ અવનવા ખેલ બહુજ ગમતા. 
હું ત્યારે ના સમજી શકી પણ આજે ખબર પડી કે દરેક ઇન્સાન બહુરૂપીની જેમ જ જીવે છે. અંદરથી કંઇક અલગ અને બહાર થી કંઈક અલગ એક ચેહરા પર બીજો ચેહરો લગાવી બહુરૂપી ની જેમ જ જીવે છે. 
આજે બહુરૂપી ના ખેલ થાય છે કે નથી થતા એ તો ખબર નથી પણ આમ જીંદગીમા રોજ બહુરૂપી ના રોલ જરૂર ભજવાય છે...... 
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ