એવો વિશ્વાસ... કવિતા

*એવો વિશ્વાસ* ૧૯-૩-૨૦૨૧

અહીં જુઓ આવકારો વિશ્વાસનો  છે,
એવો વિશ્વાસ જેનો અલગ પ્રકાર છે.

વિશ્વાસથી અહીં અનુભવીએ સંવાદ છે,
વિશ્વાસ એ ભાવનાનો રણકાર છે.

લાગે દુષ્કર વિશ્વાસ પણ એ અહેસાસ છે,
એથીજ ઘરે ધરે વિશ્વાસની ભરમાર છે.

વિશ્વાસ નથી એવું વિચારવું ખોટું છે,
આકરાં સમયે તો એકમેકનો વિશ્વાસ સહારો છે.

વિશ્વાસથી આ દુનિયામાં વહાણ ચાલે છે
માટેજ માણસાઈની અનેરી અહીં બહાર છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ