મારી ડાયરી... ૧૮-૩-૨૦૨૧
આમ જ ભૂતકાળની બારીથી
ભવિષ્ય ને નિરખતાં રહ્યાં,
અને આજની ચોખટ પાર કરી ન શક્યા,
સુખને પામવાની ચાહતમાં દોડતાં રહ્યાં ભાવના ભૂલીને,
અને પછી આજનાં આનંદને માણી ન શક્યા.
જે નથી એને મેળવવા સતત વલખાં માર્યા કર્યા,
પણ જે પાસે હતું એની કદર નાં કરી શક્યાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment