અમારું હ્રદય કમળ... ભક્તિ ગીત

*અમારું હ્રદય કમળ મા* ભક્તિ ગીત... ૧૧-૪-૨૦૨૧

અમારું હ્રદય કમળ ચેહર મા,
જોઈ હૈયામાં અજવાળું લાગે.

ભકતો શ્રધ્ધાથી ભજે ચેહર મા,
ગોરના કુવે  પોતિકા પણું  લાગે.

ચેહર મા નાં તેજથી તપતો ભાનુ,
આ  જોઈ  નવગ્રહ  નમવા લાગે.

હર દિલમાં ભાવના બેઠા છે મા,
સમજે સૌ એ નામ પ્યારું લાગે.

ભેદ મટે આમ જગતમાંથી ધર્મનાં,
સર્વ ધર્મ સૌ આપણા જ લાગે....
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments