Posts

એક જંત્ર વાગે... ભક્તિ

*એક જંત્ર વાગે* ભક્તિ ગીત.. ૨૧-૪-૨૦૨૧ એક જંત્ર વાગે, તમે સમજો હે નર, નાર, આપણે જાવું અવિચળ ધામ, સમજો નર, નાર. એક જંત્ર વાગે રામ, રામ સાભળો તમે સાદ, અંતરમાં માંયલો ધબકે રામ, સાંભળો સાદ. સંસારી રસરંગ ત્યજી કરો નિત્ય સત્સંગ, અંતરની ભાવનાઓ ઓળખી કરો સત્સંગ. મઝધારે તારી નૈયા ડોલે, વાગે એક જંત્ર, આંધીને તોફાન થી બચાવે રામ નામનું જંત્ર. આવો આવો આતમરામ, સાંભળો જંત્ર નો નાદ, આપણે જાવું અવિચળ ધામ, સાંભળો જંત્ર નો નાદ. શ્રદ્ધા લાકડી લઈને ચઢવા આ જંત્રના જાપ, જિંદગીમાં કપરાં આવે ચઢાણ,જપો આ જંત્રના જાપ.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

રામનવમી ની શુભેચ્છા... ભક્તિ

*રામનવમી ની શુભેચ્છા* ભક્તિ ગીત. ૨૧-૪-૨૦૨૧ એ રટો સૌ રામ, મનથી રટો રામ, મનવા રટ રામ, હૈયેથી રટો રામ. ક્ષણ ક્ષણ જાતી નકામ, રટ રામ, મનવા તું રટ રામ. ચાખી જો આ રામ નામનો સ્વાદ, રામ રટણનાં પ્રેમામૃતનો આ સ્વાદ ભાવના ભર્યા હૈયે થી રટો રામ, આ કાયા નહીં દે સાથ, રટો રામ. તન,મન, રોમે રોમથી રટો શ્રી રામ, એક સાચો સથવારો આ નામ. મિથ્યા માયામાં ડૂબી ને ભૂલ્યા, માટે મનવા ભાવે ભજો શ્રી રામ. નિસ્વાર્થ રટણથી રીઝે શ્રી રામ, વ્યોમ વ્યોમમાં બેઠાં છે શ્રી રામ.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

આજે આઠમ... ભક્તિ ગીત

*આજે આઠમ* ભકિતીગીત ૨૦-૪-૨૦૨૧ આજે આઠમે દેવી ગરબે રમે રે, નવ શક્તિ, નવદુર્ગા ગરબે રમે રે. ગબ્બર ગોખે ને ચાચર ચોકે ઘૂમે રે, સરખે સરખી સહિયરો સંગ ચેહર મા રમે રે. તાળી કેરા તાલે ઘૂઘરીના ઘમકારે ધરતી ધ્રુજે રે, નવલી નવરાત્રી મહીં ભાવના નવચેતન પ્રગટે રે. સોળે સજી શણગાર નવદુર્ગા ગરબે રમે રે, એ તાળી નાં તાલે  ત્રણ લોક ડોલે રે. શત શત પ્રગટી જયોતે નવદુર્ગા રમે રે, મોહક મુખડું મા નું મલકે એ જોઈ ભકતો હરખે રે.. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

આપણી ગાય માતા... લેખ

*આપણી ગાય માતા* લેખ... ૧૫-૪-૨૦૨૧ આપણાં હિન્દુ ધર્મમાં ગાય માતા નું ખુબજ મહત્વ છે એ આપણાં વડવાઓ એ કહ્યું છે જો સમજીયે તો.. આપણાં હિન્દુ ધર્મની ભાવના સમજીએ.. જ્યારે દિકરીનાં લગ્ન થાય છે ત્યારે લગ્ન ગીત છે અને ઘણી જગ્યાએ એ પ્રમાણે અમલ પણ થાય છે.. *પેહલુ પેહલુ મંગળિયુ વરતાય રે.. પેહલે મંગલ ગાયો નાં દાન દેવાય રે..* આમ લગ્નમાં ગાયનું દાન દેવાય છે.. જેથી સાસરીમાં કોઈ મુસીબત આવે તો દિકરી ગાયનું દૂધ, ઘી ખાઈ શકે અને પરિવારનાં દુઃખી નાં રહે એ જ આશયથી ગાય નું દાન આપવામાં આવે છે.. એટલે જ ગાયને કામધેનુ કહેવામાં  આવે છે... ગાય માતા નું ગૌ મૂત્ર આર્યુવેદિક માટે ખૂબ જ ઉપયોગી છે.. ગાયનું છાણ પણ ગુણકારી છે.. ગાયનું ઘી તો ઉત્તમ છે.. પછી જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેરમા દિવસે ગાયનાં પૂંછડે પાણી પીવડાવવાનું ભૂદેવ કહે છે જેથી મરનારની આત્મા ને દુઃખ નાં  પડે... અને જ્યારે સજ્જા ભરવામાં આવે છે ત્યારે પણ ખાટલામાં ચાંદીની ગાય, વાછરડા સાથે મૂકવામાં આવે છે... આપણાં વડવાઓ અને હિન્દુ ધર્મમાં ગાય માતાનું કેટલું બધું મહત્વ છે એ સમજવું પણ જરૂરી છે.. ગાય માતા માં તેત્રીસ કોટિ દેવતાઓ નો વાસ છે... જય ગાય માતા....

આજ દર્શને જઈએ... ભક્તિ

*આજે દર્શને જઈએ* ભક્તિ ગીત.. ૧૪-૪-૨૦૨૧ આજે બીજો થયો ઉપવાસ સૈયર મોરી રે, એવાં દેવીનાં તેજ જોવા જઈએ સૈયર રે. નવલી નવરાત્રીનાં નોરતાં સૈયર મોરી રે, નવદુર્ગા આકાશમાં ગરબે રમે સૈયર મોરી રે. અંબા, બહુચર, ચેહર મા ત્રણ તાળી રમે રે, આવાં રૂડાં ગરબા જોઈ દેવો હરખાઈ રે. ભાવના ભર્યા ઉમંગે દેવીઓ રમે રે, ચોસઠ જોગણીઓ ટોળે વળી હરખે રે. આજ દર્શન કરવા જઈએ સૈયર મોરી રે, દેવીનાં અલૌકિક તેજ જોઈ આંખો ઠરે રે.. ભાવના ભટ્ટ અમદાવાદ.... ➖〰️➖〰️➖〰️➖〰️➖

ગુડી પડવો.. ભક્તિ

*ગુડી પડવો* ૧૩-૪-૨૦૨૧ ભક્તિ ગીત.. આવ્યો ગુડી પડવાનો દિન રે, ચૈત્રી નવરાત્રી નાં રૂડાં દિન રે. આજે પહેલું નોરતું આવ્યું જો, અનુષ્ઠાન ભાવે  સૌ કરતાં જો. ચેહર મા ભાવે રે રીઝતા જો, ભાવના એવાં દર્શન દેતાં જો. ચૈત્રી નવરાત્રીમાં પૂજન થાય રે, અંતરનાં પોકારે દેવીઓ આવે રે. નવદુર્ગા ગરબે રમવા નિકળે રે નભમાં ગરબો એમનો ઘૂમે  રે. પેહલે નોરતે દિલથી પ્રણામ રે, ભૂલચૂક માફ કરજો માવડી રે. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖

અનમોલ પ્રકૃતિ... કવિતા

*અનમોલ પ્રકૃતિ* ૧૨-૪-૨૦૨૧ એજ આશા બચાવો આ પ્રકૃતિને, આપશે ઓકિસજન મફત પ્રકૃતિ. ઔષધીય કામ આવે આ પ્રકૃતિ, વૃક્ષો વાવો બચાવો આ પ્રકૃતિ. આપણે બચી શકીશું પ્રકૃતિથી, વૃક્ષોનું જતન કરીએ આત્માથી. ખોટનો ધંધો ભાવના કેમ કરવો, ફાયદો જ ફાયદો આ પ્રકૃતિ હારે. ગામ,શહેર સૌ બચાવો આ પ્રકૃતિ જીવનદાતા અણમોલ આ પ્રકૃતિ. આ જગતમાં પર્યાવરણ જાળવો, સંસારમાં જરૂરી છે વૃક્ષો જાળવો. કોરોના, અનેક રોગોનો ઈલાજ,  કુદરતી સાનિધ્યમાં છે ઈલાજ. ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖