*કોટ્સ* ૪-૩-૨૦૨૦ શુક્રવાર એક ટીપું સમજણ નું પરિવારમાં જો હોય તો એ પરિવારમાં ભાવનાઓનો ધોધ વહે છે, અને કુંપણે કુંપણે મહેકી ઉઠે એ સંબંધ નામનો છોડ.. ભાવના ભટ્ટ અમદાવાદ. શુભ દિન.... જય મહાલક્ષ્મી માતા.. 🙏😊🌹
*મારી ડાયરી* ૩૧-૮-૨૦૨૦ સોમવાર આમ લાગણીઓમાં જ રહેતી એક વ્યક્તિ, ભાવનાઓ સભર લાગણીશીલ વ્યક્તિ ની લાગણી ને મજબૂરી ના સમજવી. કારણ કે, લાગણી તેની મજબૂરી નહીં સ્વભાવ છે. લાગણી તેના જીવનનું એક મજબૂત પાસું છે, લાગણી ની પરીક્ષા ક્યારેય પરોક્ષ કે પ્રતિયક્ષ ના લેવી, કેમ કે.... લાગણી ક્યારેય પરીક્ષા નથી આપતી તે મરી જાય છે. અને પછી રહી જાય છે મૃતપાય સંબંધ, જે એક બોજ બની જાય છે જીવનભર... ભાવના ભટ્ટ અમદાવાદ......
આમ જ ઉંમર ગુજરી રહી છે, જિંદગીનાં ત્રાજવાના સંબધો સરખા કરવામાં. ક્યારેક ફરજ ભારે હોય છે.... તો ક્યારેક અરમાન અને ક્યારેક જવાબદારી ભારે પડે છે.... ભાવના ભટ્ટ અમદાવાદ... શુભ દિન... હર હર મહાદેવ... 🙏😊🌹
આજ સુધીનું જિંદગીનું સરવૈયું કરી જોજો, પોતાની જાતને થોડું મળી જોજો. શું મેળવ્યું શું ગુમાવ્યું એ હિસાબ કરી જોજો. હજુય મોડું નથી થયું પારકાં પોતાના નો ભેદ ઓળખી જોજો... શુભ દિન... જય ગુરુદેવ... 🙏😊🌹
ભૂતકાળ ની બારી થી ભવિષ્ય ને નિરખતાં આજ ની ચોખટ પાર કરી ન શક્યા, સુખને પામવા ની ચાહત માં આજનો આનંદ ને માણી ન શક્યા. જે નથી એને મેળવવા વલખાં માર્યા, જે પાસે હતું એની ભાવનાઓ ની કદર ના કરી શક્યાં... ભાવના ભટ્ટ અમદાવાદ....
ના અપેક્ષા ના કોઈ આશ રાખુ છું લાડલા, ખુદ કરતા વધુ તારા પર વિશ્વાસ રાખુ છું. શ્વાસ લઉ છું રોજ પણ, ધબકાર માં તારા અને લાડલી ની હૂંફનો એહસાસ રાખુ છું🥰❤️😍 ભાવના ભટ્ટ અમદાવાદ..
*આ જિંદગી ની પરીક્ષા*. મારી ડાયરી..૨૧-૮-૨૦૨૦ એ જિંદગી તારી પરીક્ષા થી, રીઝલ્ટ મળે ય ના મળે. હું અહીં જ મોજથી જન્નત કરું, કેમકે તારી પરિક્ષા પુરી થતી નથી. જિંદગી તારી પરિક્ષા ના બોજથી, ખુદ ઈશ્વર પૂછે મરજી મારી હવે. જાતને એટલી હું ઉન્નત કરું, કે જિંદગી ની પરીક્ષા માં સફળ રહું... ભાવના ભટ્ટ અમદાવાદ....